મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મતદાન બાદ પીએમ મોદી દેખાયા અનોખા અંદાજમાં, કોઈએ રાખડી બાંધી તો કોઈએ…

આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્

VIDEO: મતદાન બાદ પીએમ મોદી દેખાયા અનોખા અંદાજમાં, કોઈએ રાખડી બાંધી તો કોઈએ…

આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 

મતદાનમાં ભાગ લેવા માટે પીએમ મોદી પણ આજે અમદાવાદના રાણીપ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. મતદાન બાદ તેમને લોકો સાથે મુલાકાત કરી હતી અને વધુને વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.

એક વૃદ્ધ મહિલાએ પીએમ મોદીને રાખડી બાંધી હતી તો બીજું બાજુ પીએમ મોદીએ પણ લોકોનું અભિવાદન સ્વીકારી બાળકોને ઓટોગ્રાફ આપ્યા હતા અને એક બાળકને તેડી આનંદ વ્યકત કર્યો હતો.

આ સમાચાર શેર કરો