મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જે નૂંહમાં હિંદુ- મુસ્લિમ હિંસા થઈ હતી ત્યાં ભાજપ ત્રીજા સ્થાને, કોંગ્રેસના આફતાબ 47 હજાર મતે થયા વિજયી

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. નૂહ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના આફતાબ અહેમદ જીત્યા છે. INC ઉમેદવાર આ

જે નૂંહમાં હિંદુ- મુસ્લિમ હિંસા થઈ હતી ત્યાં ભાજપ ત્રીજા સ્થાને, કોંગ્રેસના આફતાબ 47 હજાર મતે થયા વિજયી

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. નૂહ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના આફતાબ અહેમદ જીત્યા છે. INC ઉમેદવાર આફતાબ અહેમદ 46963 હજાર મતોના માર્જિનથી વિજેતા થયા છે. INC ઉમેદવાર આફતાબ અહેમદ તેમના નજીકના હરીફ INLDના ઉમેદવાર તાહિર હુસૈનને 44870 મત મળ્યા છે. જ્યારે આફતાબ અહેમદને 91833 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર ત્રીજા નંબરે આવ્યા છે. ભાજપના ઉમેદવાર સંજય સિંહને 15902 મત મળ્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ નૂહથી સંજય સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, નૂહમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો માનવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસે આફતાબ અહેમદને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જોરદાર મુકાબલો થવાની આશા હતી. પરંતુ આફતાબ અહેમદે મુસ્લિમ બહુલ ધરાવતા વિસ્તારમાં જીત નોંધાવી છે.

જણાવી દઈએ કે, નૂહમાં બૃજમંડલ યાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ હિન્દુ મતદારોને પોતાની તરફ લાવવા માટે સંજય સિંહને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં હિન્દુ ઉમેદવારને મેદાનમાં ઉતારીને ભાજપે નવી યુક્તિ રમવાનો પ્રયાસ કર્યો હતો. સંજય સિંહને હિન્દુ ઇમેજ ધરાવતા નેતા માનવામાં આવે છે. અગાઉ તેઓ સોહના વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. 

આ સમાચાર શેર કરો