મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બરેલી હિંસામાં મૌલાના વિરુદ્ધ કાર્યવાહી, 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યો 

ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે (26 સપ્ટેમ્બર) થયેલી હિંસા બાદ પોલીસે ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) ન

બરેલી હિંસામાં મૌલાના વિરુદ્ધ કાર્યવાહી, 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યો 

ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે (26 સપ્ટેમ્બર) થયેલી હિંસા બાદ પોલીસે ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) ના વડા મૌલાના તૌકીર રઝાની ધરપકડ કરી છે. બરેલી પોલીસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શુક્રવારની નમાજ પછી પોલીસ દળ સાથે ઝપાઝપીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં દસ FIR નોંધવામાં આવી છે. સાથે જ મૌલાના તૌકીર રઝા સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.  મોલાનાને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે 39 લોકોની અટકાયત પણ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આ કાવતરું સાત દિવસથી ચાલી રહ્યું છે અને આ કાવતરામાં બહારના લોકો પણ સામેલ છે.

હિંસા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી

ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે, જિલ્લામાં 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ રાખવાના નિર્દેશો અપાયો છે. BSNL પ્રાદેશિક કાર્યાલયના GM પંકજ પોરવાલે આ વાતની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું હતું કે શનિવારે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો પત્ર સાચો છે. 

મૌલાના તૌકીર રઝા ખાનનું નામ આરોપી તરીકે સામે આવ્યું    

અહેવાલો અનુસાર, પોલીસે હિંસા મામલે શહેરના પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છ કેસ દાખલ કર્યા છે. કોતવાલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા રમખાણ કેસમાં IMCના વડા મૌલાના તૌકીર રઝા ખાનનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું છે, જ્યારે બાકીના કેસોમાં મૌલાનાના સમર્થકોનું નામ લેવામાં આવી રહ્યું છે. તપાસના આધારે, બારાદરી પોલીસે ફૈક એન્ક્લેવના રહેવાસી લગ્ન હોલ સંચાલક ફરહત અને તેના પુત્રનો પણ આ કેસમાં સમાવેશ કર્યો છે. આ વ્યક્તિઓએ ગુરુવાર રાતથી મૌલાનાને તેમના ઘરમાં આશ્રય આપ્યો છે. હાલમાં મૌલાના તૌકીર રઝાની પોલીસે ધરપકડ કરી છે.  

જાણો શું છે મામલો

આઈ લવ મોહમ્મદના સમર્થનમાં મૌલાના તૌકીર રઝા ખાનના બોલાવવા પર લોકો આવ્યા હતા. જોકે, મૌલાના ગેરહાજર હોવાથી ભીડ બેકાબૂ બની ગઈ. તોફાનીઓએ ખલીલ સ્કૂલ ચોકડી પાસે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી. નવલતી ચોકડી પર પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો અને શ્યામગંજમાં ગોળીબાર કર્યો. શહેરમાં લગભગ ત્રણ કલાક સુધી અશાંતિ રહી. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. સાંજે 5 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ.

આ સમાચાર શેર કરો