બિહારમાં ચૂંટણીની જાહેરાત પહેલા AAP ઉમેદવારોના પહેલી યાદી જાહેર, 11 સીટો પર લાગી મહોર
બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ ૧૧ ઉમેદવારોની પહેલી

બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ ૧૧ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીના બિહાર પ્રભારી અજેશ યાદવ અને પ્રદેશ પ્રમુખ રાકેશ યાદવે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. સોમવારે સ્થાનિક હોટલમાં આયોજિત પત્રકાર પરિષદમાં પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી.
બેગૂસરાય સીટ પરથી ડો. મીરા સિેંહ, તરૈયાથી અમિતકુમાર સિંહ તેમજ કસબા (પૂર્ણિયા)થી ભાનુ ભારતીય ચૂંટણી લડશે. બાંકીપુર (પટના)થી ડો. પંકજ કુમાર અને ખુલવારી શરીફથી અરુણ રજક ચૂંટણી લડશે.
આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, AAP પાર્ટી બધી ૨૪૩ બેઠકો પર એકલા ચૂંટણી લડશે. પાર્ટી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા તૈયાર કરાયેલા મોડેલ સાથે બિહારની ચૂંટણી લડશે. કેજરીવાલનું આ મોડેલ બે રાજ્યોમાં પહેલાથી જ સ્વીકારાઈ ચૂક્યું છે. બિહાર ચૂંટણીમાં સ્થાનિકોનું સ્થળાંતર, બેરોજગારી, મોંઘવારી વગેરે મુખ્ય મુદ્દાઓ હશે.
ઉમેદવાર- વિધાનસભા બેઠક
ડૉ. મીરા સિંહ - બેગુસરાય (બેગુસરાય)
યોગી ચૌપાલ - કુશેશ્વરસ્થાન (દરભંગા)
અમિત કુમાર સિંહ - તરૈયા (સારન)
ભાનુ ભારતીય - કસ્બા (પૂર્ણિયા)
શુભદા યાદવ - બેનીપટ્ટી (મધુબની)
અરુણ કુમાર રજક- ફુલવારી શરીફ (પટના)
ડૉ. પંકજ કુમાર- બાંકીપુર (પટના)
અશરફ આલમ - કિશનગંજ (કિશનગંજ)
અખિલેશ નારાયણ ઠાકુર - પરિહાર સીતામઢી
અશોક કુમાર સિંહ- ગોવિંદગંજ (મોતિહારી)
ભૂતપૂર્વ કેપ્ટન ધર્મરાજ સિંહ- બક્સર (બક્સર)






