વિનેશ ફોગાટ સામે આમ આદમી પાર્ટીએ WWE રેસલરને આપી ટિકિટ, અત્યાર સુધી 61 ઉમેદવાર કર્યા જાહેર
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાની ચોથી ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમા

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાની ચોથી ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં 21 ઉમેદવારના નામ છે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણામાં AAPએ અત્યાર સુધી 61 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. AAPએ પોતાની નવી યાદીમાં એક મહિલા પહેલવાનને પણ ટિકિટ આપી છે.
વિનેશ ફોગાટ સામે WWE પહેલવાનને ટિકિટ
જુલાનાથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ સામે આમ આદમી પાર્ટીએ WWE રેસલર કવિતા દલાલને ચૂંટણી મેદાનમાં ઉતારી છે.
આમ આદમી પાર્ટીએ અંબાલા કેન્ટમાં રાજ કૌર ગિલ, યમુના નગરમાં લલિત ત્યાગી,લાડવાથી જોગા સિંહ, કૈથલથી સતબીર ગોયત, કરનાલથી સુનીલ બિંદલ, પાનીપત ગ્રામીણથી સુખબીર મલિક, ગાનૌરથી સરોજ બાલા રાઠી, સોનીપતથી દેવેન્દ્ર ગૌતમ, ગોહાનાથી શિવકુમાર રંગીલા અને બરોડાથી સંદીપ મલિકને ટિકિટ આપવામાં આવી છે.
જુલાનાથી કવિતા દલાલ, સફીદોનથી નિશા દેશવા, તોહાનાથી સુખવિંદર સિંહ ગિલ, કાલાંવાલીથી જસદેવ નિક્કા, સિરસાથી શામ મેહતા, ઉકલાનાથી નરેન્દ્ર ઉકલાના, નારૌદથી રાજીવ પાલી, હંસીથી રાજેન્દ્ર સોરખી, હિસારથી સંજય સતરોદિયા, બાદલી હૈપ્પી લોહચાબ અનેગુંડગાંવ બેઠક પરથી નિશાંત આનંદને ટિકિટ આપી છે.
90 વિધાનસભા બેઠકમાં 61 પર AAPના ઉમેદવારના નામ ફાઇનલ
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 90 બેઠકમાંથી 61 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાશે જ્યારે 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.








