મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ખંડણીનો ગંભીર આરોપ છતાં વ્યક્તિ લડી શકશે BMC ચૂંટણી, હાઈકોર્ટે આપ્યો મહત્ત્વનો નિર્ણય

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં યોજાઈ રહેલી BMC ચૂંટણીમાં ખંડણી જેવા ગંભીર આ

ખંડણીનો ગંભીર આરોપ છતાં વ્યક્તિ લડી શકશે BMC ચૂંટણી, હાઈકોર્ટે આપ્યો મહત્ત્વનો નિર્ણય

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં  યોજાઈ રહેલી BMC ચૂંટણીમાં ખંડણી જેવા ગંભીર આરોપો છતાં એક દોષી ચૂંટણી લડી શકશે. એક મહત્વપૂર્ણ નિર્ણયમાં બોમ્બે હાઈકોર્ટે 43 વર્ષીય વિનોદ ઘોગલેની સજા પર અસ્થાયી રૂપે સ્ટે આપ્યો છે. આ સ્ટેને પગલે તેઓ આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી શકશે. વર્ષ 2009ના આ કેસમાં ઘોગલે લગભગ સાત વર્ષ જેલમાં વિતાવી ચૂક્યા છે.એ સમયે વિનોદ ઘોગલે પર ખંડણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને કડક મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ, અથવા MCOCA હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ઘોગલેએ હાઈકોર્ટમાં દાખલ કરી હતી અપીલ

જણાવી દઈએ કે, તેમની સજાને કારણે, તેમને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ કાયદો સ્પષ્ટપણે જણાવે છે કે બે વર્ષથી વધુ જેલની સજા પામેલી કોઈપણ વ્યક્તિ ચૂંટણી લડી શકતી નથી. જોકે, ઘોગલેએ તેમની સજા સામે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. કોર્ટની સુનાવણી દરમિયાન ન્યાયાધીશો સંમત થયા હતા કે અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી સજા પર સ્ટે જરૂરી છે. જેનાથી ઘોગલેને  એવું નુકસાન ન થાય કે જેને પછીથી ઠીક ન કરી શકાય. કોર્ટે એમ પણ કહ્યું કે તેમના બંધારણીય અધિકારોનું રક્ષણ થવું જોઈએ.

અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી જ સજા પર રોક

હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ રાહત ફક્ત કામચલાઉ છે અને અપીલ પર અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી રહેશે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણી લડવાનો અધિકાર આપણી લોકશાહી વ્યવસ્થાનો એક આવશ્યક ભાગ છે. જો સજા પર રોક ન લગાવવામાં આવી હોત તો ઘોગલેને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થઈ શક્યું હોત. આ નિર્ણયને પગલે ઘોગલે હવે બીએમસી ચૂંટણી લડી શકશે. મુંબઈના રાજકીય અને કાનૂની વર્તુળોમાં આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો