મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Delhi news: કોંગ્રેસની સંસદદળની બેઠકમાં મોદી સરકારને ઘેરવાની નવી રણનીતિ થશે તૈયાર, બજેટ સત્રમાં આજે પણ થશે હોબાળો!

આજે સંસદના બજેટ સત્રનો પાંચમો દિવસ છે. તો મળતા અ

Delhi news: કોંગ્રેસની સંસદદળની બેઠકમાં મોદી સરકારને ઘેરવાની નવી રણનીતિ થશે તૈયાર, બજેટ સત્રમાં આજે પણ થશે હોબાળો!

આજે સંસદના બજેટ સત્રનો પાંચમો દિવસ છે. તો મળતા અહેવાલ પ્રમાણે સંસદની કાર્યવાહી શરૂ થયા પહેલા કોંગ્રેસના સંસદદળની બેઠક યોજાશે. કોંગ્રેસે સવારે 10.30 વાગ્યે સીપીપી ઓફિસ ખાતે પાર્ટીના સાંસદોની બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે આજે સંસદના બજેટ સત્રના પાંચમા દિવસે પણ હોબાળો થવાની શક્યતા છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વિપક્ષ ફરી એકવાર ચીનનો મુદ્દો ઉઠાવી શકે છે. ગત રોજ ચીન અને ડોકલામ મામલે સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો, અને જે બાદ સંસદની કાર્યવાહી મંગળવારે સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીના પીએમ મોદી અને સરકાર પર આકરા પ્રહાર

લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "હું આ નથી કહી રહ્યો; ભૂતપૂર્વ આર્મી ચીફે આ પુસ્તકમાં લખ્યું છે. તે પુસ્તક પ્રકાશિત થવા દેવામાં આવી રહ્યું નથી, અને આ આર્મી ચીફનો દ્રષ્ટિકોણ છે. તેઓ આર્મી ચીફના દ્રષ્ટિકોણથી આટલા ડરે છે? આર્મી ચીફ જે કહેવા માંગે છે તેનાથી તેઓ આટલા ડરે છે? આપણે આમાંથી કંઈક શીખીશું. અલબત્ત, આપણે એક વડા પ્રધાન વિશે કંઈક શીખીશું. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "મને બોલવા દેવામાં આવી રહ્યા નથી. હું ફક્ત બે કે ત્રણ લાઇન કહેવા માંગુ છું. પરંતુ તેઓ મને બોલવા દેતા નથી. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે."

 ત્યારે 56 ઇંચની છાતીનું શું થયું?

દેશના રાજકીય નેતૃત્વએ સેનાને કેવી રીતે નિરાશ કરી છે. તે હું નથી કહી રહ્યો આ પુસ્તક કહી રહ્યું છે. નરવણેએ તેમના પુસ્તકમાં વડા પ્રધાન અને રાજનાથ સિંહ વિશે સ્પષ્ટપણે લખ્યું છે. આ એક લેખમાં પ્રકાશિત થયું છે. હું તે લેખ ટાંકી રહ્યો છું." તેઓ મને બોલવા દેતા નથી..તેઓ ડરી ગયા છે કારણ કે જો આ બહાર આવશે, તો નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ વિશેનું સત્ય લોકો સમક્ષ જાહેર થશે અને જ્યારે ચીન આપણી સામે ઊભું હતું, આગળ વધી રહ્યું હતું, ત્યારે 56 ઇંચની છાતીનું શું થયું?

આ સમાચાર શેર કરો