મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણામાં ટળી મોટી દુર્ઘટના! 100 વર્ષ જૂનો યમુના પુલ પર હજારો લોકોએ મનાવ્યો છઠ ઉત્સવ, થોડીવાર બાદ તે ધસી પડ્યો

બાડી માજરામાં પશ્

હરિયાણામાં ટળી મોટી દુર્ઘટના! 100 વર્ષ જૂનો યમુના પુલ પર હજારો લોકોએ મનાવ્યો છઠ ઉત્સવ, થોડીવાર બાદ તે ધસી પડ્યો

બાડી માજરામાં પશ્ચિમી યમુના નહેર પર 100 વર્ષ પહેલા બનાવેલ પુલ મંગળવારે સાંજે તૂટી પડ્યો. જો કે, સિંચાઈ વિભાગે પુલની જર્જરિત હોવાની જાણ કરી દીધી હતી, પરંતુ અવર-જવર સતત ચાલુ જ હતી. સોમવારે સાંજે અને મંગળવારે સવારે છઠ પૂજા ઉત્સવ પર આ પુલ પરથી હજારો લોકો પસાર થયા હતા.

મેયરની ગાડી પણ ત્યાંથી જ તઈ હતી પસાર

મેયર સુમન બહમની, મંડળ અધ્યક્ષ શુભમ રાણા તેમજ અન્ય અધિકારીઓની ગાડીઓ પણ આ પુલ પરથી પસાર થઈ હતી. સદનસીબો શ્રધ્ધાળુઓની ભીડ સમયે આ ઘટના ન ઘટી. જો કે, સિંચાઈ વિભાગ તરફથી મંગળવારે બપોરે માટી નાખીને રસ્તો રોકી દેવામાં આવ્યો, પરંતુ તે પહેલા સાવધાની બોર્ડ પણ આ પુલની પાસે લગાવાયું નહોતું.

પશ્ચિમી યમુના નહેર પર 3 વર્ષ પહેલાં 8 કરોડ રૂપીયાના ખર્ચે નવો પુલ બનાવતા પહેલા જ પુલને જર્જરિત જાહેર કરી દિધો હતો. સિંચાઈ વિભાગના અધિકારીઓના કહેવા મુજબ, આ પુલ લગભગ 100 વર્ષ જૂનો હતો. પુલના બીજા છેડે બાડી માજરા, તીર્થ નગર, પાંસરા, તાજકપુર સહિત અન્ય ગામો આવેલા છે. સાથે જ, સહારનપુર તરફથી જતા લોકો પણ આ જ પુલનો ઉપયોગ કરે છે. પાસે જ બીજો પુલ પણ બનેલો છે, પરંતુ આ પુલ પરથી પણ તેટલી જ અવર-જવર રહે છે.

પુલ પર નહોતી લગાવી કોઈ ચોતવણી

તૂટેલા પુલનો જોવા માટે પહોંચેલા રામ બિહારી અને જુગલ કિશોરે જણાવ્યું કે, સાંજે લગભગ સવા ચાર વાગ્યે જોરદાર અવાજ આવ્યો. તેમણે જોયુ કે પુલનો વચ્ચેનો એક ભાગ નહેરમાં પડી ગયો છે. તે દરમિયાન પુલ પર કોઈ વાહન કે યાત્રી નહોતું. એક દિવસ પહેલા આ જ ઘાટ પર છઠ પૂજા માટે હજારો શ્રધ્ધાળુઓ એકઠા થયા હતા.

વીભાગ તરફથી ન તો પુલ બંધ કરવામાં આવ્યો કે ન તોડવામાં આવ્યો. અહિં કોઈ ચેતવણી પણ આપવામાં આવી નહોતી, જ્યારે વિભાગને પુલની સ્થિતિ અંગે ખબર હતી. તે છતાં પણ પુલ પરની અવર-જવર રોકવા માટે કોઈ પગલાં લોવાયા નહિ.

પ્રત્યક્ષદર્શીએ કહ્યું: જોરદાર ધડાકા સાથે પુલ પડ્યો

નહેરના પુનઃનુર્માણમાં બેદરકારીને કારણે પુલને નુકસાન પહોંચ્યું છે. આ જ કારણથી પુલ પડ્યો. કમગીરી દરમિયાન પુલની સ્લેબમાં તિરાડ પડી ગઈ હતી. હું સવા ચાર વાગ્યે પુલની એક તરફ બેઠો હતો. જોત-જોતામાં પુલના પિલ્લરોની વચ્ચેનો ભાગ પડી ગયો. અવાજ એવો ભયંકર હતો કે બોમ જેવો ધડાકો થયો. 

પુલ તોડવાનો હતો પ્લાન: SE

સિંચાઈ વિભાગના SE આર એસ મિત્તલે જણાવ્યું કે, પુલને જર્જરિત જાહેર કરી દેવામાં આવ્યો હતો. સવારના સમયે રેતી નાખીને અવર-જવર બંધ રોકી દીધી હતી. અમારો પોતાનો પુલ તોડવાનો પ્લાન હતો. જૂના પુલ પરથી અવર-જવર બંધ હતી.

આ સમાચાર શેર કરો