Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A horrific accident between a car and a truck in Hazaribagh, 6 people tragically died

હઝારીબાગમાં કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બળકો સહિત 6 લોકોના કરુણ મોત

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
હઝારીબાગમાં કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બળકો સહિત 6 લોકોના કરુણ મોત
સોર્સ : GSTV

હજારીબાગ જિલ્લાના ચૌપારણ સ્થિત દનુઆ ઘાટીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થઈ ગયા છે. બીસીસીએલના ગોવિંદપુર વિસ્તાર હેઠળ મહેશપુર કોલિયરીમાં લાઈનમેન શિવ કુમાર ભુઈયા પોતાની કારથી પરિવાર સાથે ગયાજીના આમસમાં એક કૌટુંબિક લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા. જ્યારે ધનબાદ નંબર પ્લેટવાળી કાર ચૌપારણના દનુઆ ઘાટીના જોડરાહી પુલ પાસે પહોંચી ત્યારે અચાનક આગળ ચાલી રહેલા ટ્રેલરના પાછળના ભાગમાં જઈને ઘૂસી ગઈ. કારમાં સવાર લોકો કંઈ સમજી શકે તે પહેલાં એક તેજ રફ્તાર ટ્રકે પાછળથી કારને જોરદાર ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં કાર બે ભારે વાહનો વચ્ચે દબાઈ જવાથી કાટમાળનો ઢગલો બની ગઈ. અકસ્માત બાદ ટ્રક અને ટ્રેલર ચાલકો ભાગી ગયા.

App Store

કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો

સૂચના મળતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચેલી ચૌપારણ પોલીસે ધનબાદ રજીસ્ટ્રેશન નંબરવાળી કાર જોતાં સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો, ત્યારે મૃતકોની ઓળખ થઈ શકી. અકસ્માતનો મંજર એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. બધા મૃતદેહો અંદર ફસાઈ ગયા હતા. ચૌપારણ પોલીસ અને NHAIની ટીમ રેસ્ક્યુ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ ગેસ કટર અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા ચાર દિવસમાં આ વિસ્તારમાં આ પ્રકારની સતત પાંચમી ઘટના છે. તમામ પ્રયાસો છતાં અહીં અકસ્માતો થતા જ રહે છે. બ્લેક સ્પોટ્સ પર નિયંત્રણ નથી મેળવી શકાયું, જેના કારણે આ વિસ્તાર રાહદારીઓના મૃત્યુનો પર્યાય બની ગયો છે. મૃતકોની ઓળખ ધનબાદના મધુબનમાં બુદૌરા કોલોનીના નિવાસી BCCL કર્મચારી શિવ કુમાર ભુઈયા (45), તેમની પત્ની રૂબી દેવી (38), તેમની મોટી દીકરી સોની (12), તેમની નાની દીકરી સુહાની (9), શિવ કુમારના સાળાનો દીકરો પ્રેમ (7) અને તેમના સસરા તરીકે થઈ હતી.

મૃતદેહો ટુકડામાં મળ્યા

શિવ કુમારના પરિવાર સાથે જે દુર્ઘટના ઘટી તેણે કોલોનીના લોકોને હચમચાવી મૂક્યા છે. મૃતદેહોને જોઈને જે મંજર સામે આવ્યું છે તેનું વર્ણન કરવું અશક્ય છે. પથ્થર દિલ માણસની આંખમાં પણ આંસુ આવી જાય છે. તમામના મૃતદેહો ટુકડા-ટુકડામાં કપાઈ ગયા હતા. બીજી તરફ જે સ્થળ પર આ અકસ્માત સર્જાયો ત્યાં ગાઢ અંધારાના કારણે નજારો વધુ ખૌફનાક બની ગયો. તેજ રફ્તાર અને ખતરનાક વળાંકને કારણે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે માસૂમ બાળકોના મૃતદેહ પણ ઓળખી નહોતા શકાતા.

જ્યારે લોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તમામ સ્તબ્ધ રહી ગયા. કોઈમાં પણ આ ભયાનક દ્રશ્ય લાંબા સમય સુધી જોવાની હિંમત નહોતી. ઘણા લોકો રડી પડ્યા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. મૃતદેહોને એકત્રિત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. મૃતદેહોની ઓળખ ન થાય ત્યાં સુધી તેમને સુરક્ષિત રાખવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 

પરિવારનો માત્ર એક સભ્ય બચ્યો

શિવ કુમાર પોતાના પરિવાર સાથે શનિવારે બપોરે 12:00 વાગ્યાની આસપાસ પોતાની કારમાં ગયાજી જવા નીકળ્યા હતા. હવે પરિવારમાં તેમનો એકમાત્ર દીકરો રણજીત કુમાર જ જીવિત રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રણજીત બુદૌરામાં તેમના ઘરે રોકાયો હતો. બીજી તરફ જ્યારે રાત્રે 8:00 વાગ્યે ઘટનાના સમાચાર બુદૌરા પહોંચ્યા તો હડકંપ મચી ગયો. લોકો મૂંઝવણમાં છે કે તેમના પુત્રને શું કહેવું.