Video: શું ભારતીય ચૂંટણીમાં ઘૂસણખોરો કરે છે મતદાન? નીતિશ રાણેએ SIRના સમર્થનમાં ઉઠાવ્યા ગંભીર સવાલો!

મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે ચાલી રહેલા દેશવ્યાપી રાજકીય વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યમંત્રી નીતિશ રાણેનું અત્યંત આક્રમક નિવેદન સામે આવ્યું છે. નાગપુર ખાતે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ વિદેશી ઘૂસણખોર ભારતીય ચૂંટણીમાં મતદાન કરે તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
નીતિશ રાણેએ કડક શબ્દોમાં કહ્યું કે, "મહારાષ્ટ્ર હોય કે ઉત્તર પ્રદેશ, બાંગ્લાદેશ કે પાકિસ્તાનનો કોઈ નાગરિક અહીં આવીને આપણી ચૂંટણીમાં મતદાન કરે તે અમે જરાય સહન નહીં કરીએ. આ દેશના સંસાધનો અને મતાધિકાર માત્ર ને માત્ર ભારતીય નાગરિકો માટે છે."
SIRના સમર્થનમાં આગળ આવવા આહ્વાન
મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયાને સમર્થન આપતાં તેમણે ઉમેર્યું કે, "આ ઘૂસણખોરીને રોકવા અને બોગસ મતદારોને યાદીમાંથી બહાર ફેંકવા માટે જ અમે મોટા પાયે SIR લાગુ કરવાની માગણી કરી રહ્યા છીએ. દેશહિતના આ પગલાને સૌએ ખુલ્લા દિલે આવકારવું જોઈએ અને દરેકે આગળ આવીને તેનું સમર્થન કરવું જોઈએ."





