VIDEO: 'હારેલી સરકાર સત્તા સ્થાને બેઠી છે, લોકો કહે છે વધુ સમય નહીં ચાલે': અખિલેશ યાદવ
18 મી લોકસભાના પ્રથમ સત્રનો આજે સાતમો દિવસ છે. સંસદ સત્રના સાતમા

18 મી લોકસભાના પ્રથમ સત્રનો આજે સાતમો દિવસ છે. સંસદ સત્રના સાતમા દિવસે લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે. લોકસભામાં પ્રથમ વખત પહોંચેલા સપા અધ્યક્ષ અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં બોલતાં તમામ સાંસદો અને સ્પીકરને શુભેચ્છા પાઠવી. તેમણે ટોણો મારતાં કહ્યું કે તમામ સમજદાર અને બુદ્ધિમાન મતદારોને ધન્યવાદ પાઠવું છું. અખિલેશે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે હારેલી સરકાર બિરાજમાન છે. જનતા કહી રહી છે કે ચાલશે નહી, સરકાર તૂટી પડશે.
80 માંથી 80 સીટો જીતી જાઉં તો પણ ઇવીએમ પર વિશ્વાસ નથી
અખિલેશ યાદવે લોકસભામાં સરકાર શાયરના અંદાજમાં હુમલો કરતાં કહ્યું કે 'હજૂર-એ-આલા આજ તક ખામોશ બૈઠે હૈ ઇસી ગમ મેં, મહફિલ લૂટ લે ગયા કોઇ જબકી સજાઇ હમને'. તેમણે કહ્યું કે જ્યારે આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ, અમે જોયું કે ચૂંટણી પંચ કેટલાક લોકો પર મહેરબાન રહ્યું. તે સંસ્થા નિષ્પક્ષ હશે તો ભારતનું લોકતંત્ર મજબૂત થશે. તેમણે કહ્યું કે ઇવીએમ પર મને આજે પણ વિશ્વાસ નથી. 80 માંથી 80 સીટો જીતી જાઉં તો પણ વિશ્વાસ નહી થાય. અમે ચૂંટણીમાં પણ કહ્યું હતું કે ઇવીએમથી જીતીને ઇવીએમ હટાવીશું.
મનમરજી નહી, જનમરજી ચાલશે
અખિલેશ યાદવે કહ્યું કે આ ચાલનાર નહી, ઢળી પડનાર સરકાર છે. મનમરજી નહી, જનમરજી ચાલશે. સંવિધાનના રક્ષકોની જીત થઇ છે. હું કહેવા માંગુ છું કે દેશ કોઇની મહાત્વાકાંક્ષાથી ચાલશે નહી.
સાંપ્રદાયિક રાજકારણની હાર થઇ છે
લોકસભામાં ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે આ ચુંટણીમાં સાંપ્રદાયિક રાજકારણની હાર થઇ છે. સરકાર કહે છે કે પાંચમી અર્થવ્યવસ્થા બની ગઇ છે, પરંતુ સરકાર કેમ છુપાવે છે કે પ્રતિ વ્યક્તિ આવક કયા સ્થાન પર પહોંચી ગઇ છે. આપણે હંગર ઇંડેક્સમાં ક્યાં છીએ.
સરકાર પેપર લીક એટલા માટે કરાવે છે, કારણ કે તે નોકરી આપવા માંગતી નથી
લોકસભામાં ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં તમામ પેપર લીક થયા છે. ઘણા રાજ્યોના બાળકો પેપર આપવા ગયા, પરંતુ પેપર લીક થઇ ગયું. નીટનું પેપર પણ લીક થઇ ગયું. આમ કેવી રીતે થાય છે. સરકાર પેપર લીક એટલા માટે કરાવી રહી છે, કારણ કે તે નોકરી આપવા માંગતી નથી.








