IAS અધિકારીના ઘરે ચાલતું હતું કૂટણખાનું, પોલીસે દરોડા પાડતા આપત્તિજનક સ્થિતિમાં મળી મહિલાઓ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રે એક IAS અધિકારીના ઘર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રે એક IAS અધિકારીના ઘરે દરોડા પાડવામાં આવ્યા બાદ પુરુષો અને સ્ત્રીઓ આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા. તે બધાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ઘરની અંદર સેક્સ રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું હતું.
IAS અધિકારીનું ઘર ભાડે રાખવામાં આવ્યું હતું.
આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે, આ ઘરના માલિક IAS અધિકારી છે, તેમણે 15,000 રૂપિયાના માસિક ભાડે મકાન આપ્યું હતું. ભાડે રહેનાર વ્યક્તિ આ ઘરમાં સેક્સ રેકેટ ચલાવી રહ્યો હતો.
શું છે આખો મામલો?
પ્રયાગરાજના કીટ ગંજ વિસ્તારના ખલાસી લાઇન વિસ્તારમાં એક સેક્સ રેકેટ ચાલી રહ્યું હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. ત્યાર બાદ ACP રાજીવ યાદવે ગુપ્ત તપાસ હાથ ધરી આ બાબત સાચી હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ કીટ ગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વીરેન્દ્ર સિંહે તેમની ટીમ સાથે ઘર નંબર 514 પર દરોડો પાડ્યો. ચાર મહિલાઓ અને પાંચ પુરુષો આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા. પોલીસે દરોડા પાડીને બધાની ધરપકડ કરી લીધી.
સેક્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર કોણ?
આ સેક્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર દરિયાબાદનો રહેવાસી સર્વેશ દ્વિવેદી છે. તે કીત ગંજમાં ઘર ભાડે રાખીને ધંધો કરાવતો હતો. ધરપકડ કરાયેલી મહિલાઓમાં એક એક પ્રયાગરાજની, બીજી વારાણસીની,ત્રીજી મહિલા દક્ષિણની અને ચોથી પશ્ચિમ બંગાળની છે. ધરપકડ કરાયેલી તમામ મહિલાઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે સર્વેશે જ તેમને આ કૃત્યો કરવા દબાણ કર્યું હતું.






