Video: LUCKNOW માં રસ્તા કિનારેથી મૃતદેહ મળ્યો, હત્યા કરી ફેંકાયો હોવાની આશંકા

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં રસ્તાની બાજુમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, હત્યા કર્યા બાદ મૃતદેહને રસ્તા કિનારે ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી ઓળખ અને મોતનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે. આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ સહિત અન્ય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હત્યાની આશંકાને લઈને પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત