Video: લખનઉમાં બેંકિંગ કોરસ્પોન્ડન્ટ સખીઓનું પ્રદર્શન

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં બેંકિંગ કોરસ્પોન્ડન્ટ સખીઓ દ્વારા વિધાનસભા ભવન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સખીઓ એકત્ર થઈ પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ સરકાર સમક્ષ પોતાની સમસ્યાઓ અને પડતર માંગણીઓ રજૂ કરી હતી. વિધાનસભા સામે પ્રદર્શનને પગલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું. આ દરમિયાન વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જાહેરાત















