Video: લખનઉમાં બંધ મકાનોમાં ચોરી કરનારા બે શખ્સો ઝડપાયા 2.25 લાખના દાગીના અને રોકડ જપ્ત

લખનઉ પોલીસને બંધ મકાનોમાં થતી ઘરફોડ ચોરીના બનાવો ઉકેલવામાં મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી હતી . ઝડપાયેલા આરોપીઓ પાસેથી . 2.25 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને . 48,300 રોકડા મળી કુલ અંદાજે રૂ. 2.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો . પોલીસની પૂછપરછ દરમિયાન આ બંને શખ્સોએ બંધ મકાનોમાં કરેલી ચોરીના ત્રણ અલગ-અલગ ગુનાઓની કબૂલાત કરી હતી . આ ધરપકડ સાથે જ પોલીસે ચોરીના ત્રણ વણઉકેલાયેલા કેસ ઉકેલી નાખ્યા હતા અને આરોપીઓનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી .
જાહેરાત














