Video: લગ્ન પ્રસંગોમાં ચોરી કરતી કડિયા સાંસી ગેંગ સામે પોલીસનું એલર્ટ

સોર્સ: gstv

મથુરામાં લગ્ન પ્રસંગોને નિશાન બનાવતી કથિત કડિયા સાંસી ગેંગને લઈને પોલીસ એલર્ટ થઈ છે. પોલીસે ગેંગના 120 શંકાસ્પદ સભ્યોના પોસ્ટર જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ લગ્ન સમારોહમાં મહેમાન બનીને પ્રવેશી ચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતી હોવાની આશંકા છે. આ અંગે હોટલ સંચાલકો, મેરેજ હોલ અને લગ્ન સ્થળોના માલિકોને ખાસ સૂચના આપવામાં આવી છે. તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા આદેશ અપાયો છે. પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત