Video: અમદાવાદમાં 20 હજાર શ્વાનને RFID માઇક્રોચિપ લગાવાઈ

અમદાવાદમાં રખડતા શ્વાનની ઓળખ અને તેમની હિલચાલ પર નજર રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. AMC દ્વારા શહેરના 20 હજાર રખડતા શ્વાનમાં RFID માઇક્રોચિપ લગાવવામાં આવી છે. આ માઇક્રોચિપની મદદથી શ્વાનનું ડિજિટલ ટ્રેકિંગ કરી શકાશે. સમગ્ર શહેરમાં અંદાજિત દોઢ લાખ રખડતા શ્વાનને આ વ્યવસ્થામાં આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પહેલથી શ્વાનની ઓળખ, રસીકરણ અને અન્ય સંબંધિત વિગતોનો ડિજિટલ રેકોર્ડ જાળવવામાં મદદ મળશે. AMC દ્વારા તબક્કાવાર આ કામગીરી આગળ વધારવામાં આવશે.
જાહેરાત












