Video: માળીયા હાટીનામાં બે બાઈકની ટક્કર લગ્નમાં આવેલા CISF જવાનનું મોત એક ગંભીર

જૂનાગઢના માળીયા હાટીનામાં બે મોટરસાઇકલ વચ્ચે સામસામે ટક્કર થતાં 23 વર્ષીય દિગ્વિજયસિંહ સિસોદિયાનું મોત થયું છે. મૃતક દિગ્વિજયસિંહ CISF માં ફરજ બજાવતા હતા અને લગ્ન પ્રસંગે રજા પર વતન આવ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 18 વર્ષીય રાજવીર ભલગરીયાને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા છે. માળીયા હાટીના પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત















