Ahmedabad / સરખેજ-ગ્યાસપુર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદ શહેરના સરખેજ-ગ્યાસપુર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ દ્વારા તાત્કાલિક ધોરણે કુલ 8 ફાયર ફાઈટિંગ ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સઘન ફાયર ફાઈટિંગ ઓપરેશન
ઝૂંપડપટ્ટી વિસ્તાર હોવાના કારણે આગ વધુ ન ફેલાય તે માટે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. AFESના 8 ફાયર વ્હીકલ્સ અને ફાયર ફાઈટર્સની ટીમો સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે.
જાહેરાત














