Video: PM સ્વનિધિ યોજના શેરી ફેરિયાઓ માટે આર્થિક મદદરૂપ

ગુજરાતમાં PM સ્વનિધિ યોજના શેરી ફેરિયાઓ માટે આર્થિક મદદરૂપ બની રહી છે. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને વ્યવસાય ફરી શરૂ કરવા માટે સરળતાથી લોનની સુવિધા મળી રહી છે. કોરોના સહિત વિવિધ મુશ્કેલીઓના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા ફેરિયાઓને આ યોજનાથી નવી આશા મળી છે. લોનની મદદથી ફેરિયાઓ પોતાના ધંધાનું પુનઃનિર્માણ કરી રહ્યા છે અને આજીવિકા ફરી બેઠી કરી રહ્યા છે. નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવામાં PM સ્વનિધિ યોજનાનું મહત્વનું યોગદાન જોવા મળી રહ્યું છે.
જાહેરાત













