Video: શરદ પવારની પાવર ગેમથી ઈન્ડિયા ગઠબંધનમાં મોટો ભડકો

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. લોકસભા અને રાજ્યસભામાં સીમાંકન બિલને સમર્થન આપવાના શરદચંદ્ર પવારની એનસીપી ના વલણથી કોંગ્રેસ આશ્ચર્યમાં મુકાઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો છે કે શું ભાજપને સમર્થન આપવા માટે જ 85 વર્ષના શરદ પવારને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ, શરદ પવારે ઈન્ડિયા ગઠબંધન છોડીને એનડીએમાં જોડાવા માટે ભાજપ સામે કેટલીક શરતો મૂકી હતી. જોકે, ભાજપે તેમની બે માગણીઓ સ્વીકારી નથી.
એનસીપીનાં કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ સીમાંકન બિલને સમર્થન આપવાના સંકેત આપ્યા હતા. ત્યાર બાદ જિતેન્દ્ર આવ્હાડે પણ પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ભાજપે સુપ્રિયા સુળેને કેન્દ્રની કેબિનેટમાં સ્થાન આપવા અને મહારાષ્ટ્ર સરકારમાં બે મંત્રીપદ આપવાની તૈયારી દર્શાવી છે. સીમાંકન બિલ પસાર થવાની સાથે જ શરદચંદ્ર પવારની એનસીપી અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચેના સંબંધોનો અંત આવે તેવી શક્યતા છે. સુપ્રિયા સુળે ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજર રહ્યા ન હતા. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, શરદ પવારની તબિયત ખરાબ હોવાથી તેઓ 30 નવેમ્બરે સીધા સંસદ પહોંચશે. ત્યારે હવે ડીએમકે બાદ ઈન્ડિયા ગઠબંધનને શરદપવારની એનસીપી તરફથી પણ મોટો ઝડકો મળ્યો છે. સિમાંકન બિલને સમર્થન બાદ કોંગ્રેસ અને એનસીપીનું વર્ષો જૂનું ગઠબંધનનો અંત આવી શકે છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી










