Video: શરદ પવાર મહિનામાં ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ

સોર્સ: gstv

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના વડા અને વરિષ્ઠ નેતા શરદ પવારને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી માઝગાંવ સ્થિત કેન્સર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 85 વર્ષીય શરદ પવારને ગુરુવારે ડિહાઇડ્રેશન બાદ દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમને મુંબઈના માઝગાંવમાં આવેલી પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલ્કર હેડ એન્ડ નેક કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં શિફ્ટ કરાયા છે.

શરદ પવારના પુત્રી અને NCPના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ હોસ્પિટલમાં દાખલ થવા અંગે માહિતી આપી હતી. સુલેએ જણાવ્યું કે,  શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાને કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.  સુપ્રિયા સુલેએ પિતાની અત્યંત વ્યસ્ત દિનચર્યા અને વારંવારની મુસાફરી અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

જાહેરાત

શરદ પવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચારથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. NCPના પ્રતિસ્પર્ધી જૂથના નેતા પ્રફુલ પટેલે હોસ્પિટલમાં શરદ પવારના હાલચાલ પૂછ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શરદ પવાર નવેમ્બર મહિનામાં ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ થયા છે. આ પહેલા તેઓ 2 નવેમ્બરે પુણેની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ થયા હતા. જો કે, 4 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી હતી. આ પછી તે જ દિવસે તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને 7 નવેમ્બરે ત્યાંથી રજા મેળવી હતી. તેવામાં તેઓ ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.

આ સમાચાર શેર કરો

જાહેરાત