Video: નવા પરિસીમન બિલ ૨૦૨૬ હેઠળ લોકસભા બેઠકો ૮૧૫ થશે, મહિલાઓને ૩૩ ટકા અનામત મળશે

૩૦ નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્રમાં જૂના બે બિલ પાછા ખેંચીને સંવિધાન સંશોધન સાથે જોડાયેલા ત્રણ નવા બિલ રજૂ કરવામાં આવશે, જેમાં પરિસીમન આયોગની રચના અને બેઠકો વધારવા અંગે મોટા ફેરફારો કરાયા છે. પ્રસ્તાવ મુજબ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા અને વિધાનસભા બેઠકોમાં એકસમાન ૫૦ ટકાનો વધારો થશે, જેમાં વિધાનસભા બેઠકોની મહત્તમ મર્યાદા ૬૫૦ અને લોકસભા બેઠકોની ઉપલી મર્યાદા ૮૫૦ સુધી રાખી શકાશે. સાંસદોને નવા પરિસીમન બિલ કોપી મળી ગઈ છે, જેના હેઠળ લોકસભાની બેઠકો વધીને ૮૧૫ થશે અને દરેક રાજ્યની લોકસભા-વિધાનસભા બેઠકોમાં ૫૦ ટકાનો વધારો થશે. આ કાયદો અમલમાં આવ્યા બાદ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત મળશે તથા આ નવી વ્યવસ્થા વર્ષ ૨૦૫૧ સુધી ફ્રીઝ રહેશે.
જાહેરાત














