Video: ઉદ્યોગપતિ અનંત અંબાણી ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના ગોવર્ધન ખાતે ગિરિરાજજીની પરિક્રમા કરવા પહોંચ્યા

સોર્સ: gstv

ઉદ્યોગપતિ અનંત અંબાણી ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના ગોવર્ધન ખાતે ગિરિરાજજીની પરિક્રમા કરવા પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. પરિક્રમા માર્ગ પર વિવિધ સ્થળોએ સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોવર્ધન પર્વત ભગવાન શ્રીકૃષ્ણની ગોવર્ધન લીલા સાથે જોડાયેલું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. પરિક્રમા દરમિયાન સ્થાનિક કલાકારોએ ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને લીલાઓ આધારિત સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. અનંત અંબાણીએ આ કૃષ્ણલીલાની પ્રસ્તુતિઓ નિહાળી હતી. ગોવર્ધનમાં તેમની હાજરીને કારણે પરિક્રમા માર્ગ પર ઉત્સવ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત