Video: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્કૂલના વિદ્યાર્થીઓને પિકનિક પર લઈ જતી બસને અકસ્માત નડ્યો

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્કૂલના વિદ્યાર્થીઓને પિકનિક પર લઈ જતી બસને અકસ્માત નડ્યો છે. કૈલાસગિરી નજીક 37 વિદ્યાર્થીઓને લઈને જતી બસ કથિત બ્રેક ફેલ થવાના કારણે પલટી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં સવાર વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. બસના ડ્રાઈવર કોટૈયા સહિત પોલીસ અધિકારીઓએ ઘટનાની વિગતો આપી હતી.
જાહેરાત













