Video: 'મુરસુ' વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશના પલનાડુ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ

સોર્સ: gstv

આંધ્ર પ્રદેશના ઓંગોલ નજીક ત્રાટકેલા 'મુરસુ' વાવાઝોડાના કારણે દક્ષિણ આંધ્રપ્રદેશમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે, જેના પરિણામે પલનાડુ સહિતના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે આસપાસના તળાવો અને જળાશયો ઓવરફ્લો થઈ જતાં માર્તુર નજીક નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં પાણી ફરી વળ્યા હતા. આ પાણી ભરાઈ જવાના કારણે હાઈવે પર છેલ્લા છ કલાકથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત અને પ્રભાવિત થયો છે, જેના લીધે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને પાણીનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. વાવાઝોડા અને ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે...

આ સમાચાર શેર કરો

જાહેરાત