Video: કારતક માસ નિમિત્તે આંધ્રપ્રદેશના શ્રીશૈલમ મંદિરમાં ભવ્ય કોટી દીપોત્સવમ અને પરંપરાગત આરતીનું આયોજન

આંધ્રપ્રદેશના શ્રીશૈલમ સ્થિત શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી દેવસ્થાનમ ખાતે કારતક માસ નિમિત્તે ભવ્ય કોટી દીપોત્સવમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ભવ્ય કૈલાસ થીમ પર તૈયાર કરાયેલા સ્ટેજ પર દસ પ્રકારની પરંપરાગત આરતીઓ કરવામાં આવી હતી, જેણે શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ અવસરે વિવિધ ભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ રમઝટ જામી હતી અને સમગ્ર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશભરમાંથી ઉમટેલા હજારો ભક્તોએ દીપ પ્રજ્વલિત કરીને ભગવાન મલ્લિકાર્જુન સ્વામીના દર્શન અને મહોત્સવનો લ્હાવો લીધો હતો.
જાહેરાત








