Video: ગાઝિયાબાદમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સની મુલાકાત

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે મહેન્દ્રસિંહ ધોનીના વર્લ્ડ કપમાં લગાવેલા વિજયી છગ્ગા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ધોનીની ઐતિહાસિક ઇનિંગ્સ અને ભારતીય ક્રિકેટની યાદગાર ક્ષણો અંગે વાત કરી હતી. આ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ અને IPL સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જોન્ટી રોડ્સે યુવા ક્રિકેટરોને રમત પ્રત્યે સમર્પણ અને મહેનત કરવાનો સંદેશ આપ્યો હતો. તેમણે યુવા ખેલાડીઓને શીખતા રહેવા અને પોતાની પ્રતિભા નિખારવા પ્રોત્સાહિત કર્યા હતા.
જાહેરાત












