Video: ગાઝિયાબાદમાં મતદાર યાદી સુધારણા કામગીરી

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં મતદાર યાદીમાં લાયક મતદારોનાં નામ ઉમેરવાની કામગીરીને લઈને જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દર મંદરે જાતે જ બૂથ લેવલ ઓફિસર્સ અને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી હતી. મતદાર યાદીમાં કોઈપણ પાત્ર મતદારનું નામ ઉમેરવાનું બાકી ન રહી જાય તે માટે તેમણે કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન BLO પાસેથી મતદાર યાદી સુધારણા અંગેની વિગતો મેળવી હતી. સાથે જ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ પાત્ર મતદારોનાં નામ મતદાર યાદીમાં સામેલ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
જાહેરાત













