Video: ભાખરા નહેરનો પુલ તૂટતાં બે ટ્રક ખાબક્યા

સોર્સ: gstv

પંજાબના પટિયાલા-સંગરુર બાયપાસ પર પસિયાના ગામ નજીક ભાખરા નહેર પરનો પુલ અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પુલનો એક ભાગ તૂટી પડતાં તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા બે ભારે ટ્રક સીધા નીચે ખાબક્યા હતા, જેમાંથી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા તથા રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતને પગલે બાયપાસ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને પોલીસે ટ્રાફિકને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરી પુલ તૂટવાના કારણોની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત