મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'લગ્નમાં 99% દોષ પુરૂષોનો જ હોય છે', AI એન્જિનિયરની આત્મહત્યા પર કંગના રનૌત

સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે બેંગલુરૂમાં AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મ

'લગ્નમાં 99% દોષ પુરૂષોનો જ હોય છે', AI એન્જિનિયરની આત્મહત્યા પર કંગના રનૌત

સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે બેંગલુરૂમાં AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગનાએ કહ્યું કે 99 ટકા લગ્નમાં પુરૂષોની જ ભૂલ હોય છે. મહત્ત્વપૂર્ણ છે કે બેંગલુરૂના AI એન્જિનિયર અતુષ સુભાષે પત્નીના હેરેસમેન્ટથી પરેશાન થઇને ફાંસી લગાવી હતી. 

કંગના રનૌતે શું કહ્યું?

કંગના રનૌતે AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું, "રોજ એક ખોટી સ્ત્રીનો દાખલો લઈને ઉત્પીડનનો ભોગ બનેલી મહિલાઓની સંખ્યાને નકારી શકાય નહીં. 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે, તેથી જ આવી ભૂલો થાય છે."

કંગના રનૌતે કહ્યું, "દેશને આઘાત લાગ્યો છે. તેનો વીડિયો હ્રદયસ્પર્શી છે. જ્યાં સુધી લગ્ન આપણી ભારતીય પરંપરા સાથે જોડાયેલા છે ત્યાં સુધી તે સારું છે પરંતુ તેમાં સામ્યવાદ, સમાજવાદ અને એક રીતે નિંદનીય નારીવાદનો કીડો છે. તે એક સમસ્યારૂપ બાબત છે."

આવી ઘટનાઓ સામે લડવા માટે અલગ બોડીની રચના જરૂરી

હિમાચલ પ્રદેશના મંડીના ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું, "તેમની (અતુલ સુભાષ) પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી, જે તેની ક્ષમતાની બહાર હતી. આ નિંદનીય છે. યુવાનો પર આવો બોજ ન હોવો જોઈએ. તેના પગારમાંથી, તે (અતુલ સુભાષ) ત્રણ ગણી રકમ આપતો હતો આ બાબતની સમીક્ષા થવી જોઈએ અને આવી ઘટનાઓનો સામનો કરવા માટે એક અલગ બોડી પણ બનાવવી જોઈએ.

ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અતુલ સુભાષ

ઉત્તર પ્રદેશના અતુષ સુભાષે બેંગલુરૂના મરાઠાહલ્લસી સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવી હતી. 34 વર્ષના અતુલ સુભાષ બેંગલુરૂ સિટીમાં એક પ્રાઇવેટ કંપનીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં DGMના પદ પર કામ કરતો હતો. સુસાઇડ પહેલા તેને 24 પેજની સુસાઇડ નોટ લખી હતી જેમાં તેને પોતાની પત્ની અને સાસરિયાઓ પર હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. અતુલ એમ પણ કહ્યું કે તેની પત્નીએ સેટલમેન્ટ માટે 3 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી છે. જ્યારે બાળકોની દેખરેખ અને મેઇનટેનન્સ માટે અલગ રકમની માંગણી કરી હતી. અતુલ સુભાષે પોતાના માટે ન્યાયની માંગ કરી હતી. 

આ પણ વાંચો: નિકિતા સિંઘાનિયા વિરુદ્ધ FIR, અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી

પત્નીએ 9 ખોટા કેસ નોંધાવ્યા હતા

પોલીસ અનુસાર, તેની પત્નીએ તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં તેના વિરૂદ્ધ ઘરેલુ હિંસા, હત્યાનો પ્રયાસ, અનનેચરલ અને સેક્શન 498A હેઠળ કેસ નોંધાવ્યા હતા જેને કારણે તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. સોમવાર સવારે 6 વાગ્યે પોલીસને કોલ આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે મંજુનાથ લેઆઉટ વિસ્તારમાં કોઇએ આત્મહત્યા કરી છે. પોલીસ દરવાજો તોડીને ઘરની અંદર ઘુસી હતી અને રૂમમાં અતુલ સુભાષ પંખાના સહારે ફાંસી પર લટકેલો જોવા મળ્યો હતો. રૂમની તપાસ કરતા એક ઓફિસ આઇકાર્ડ મળ્યું હતું અને ઓફિસની તપાસ કરતા તેનો એડ્રેસ યુપીમાં મળ્યું હતું. 

આ સમાચાર શેર કરો