60 બુલડોઝર, 600 કર્મચારીઓ..., મોટી ફોજ જોતાં ભાગ્યા માફિયાઓ, ગણતરીના કલાકોમાં 900 વીઘા જમીન ખાલી કરાવાઈ
મધ્યપ્રદેશના ગુનામાં વહીવટીતંત્રે જમીન માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરતા

મધ્યપ્રદેશના ગુનામાં વહીવટીતંત્રે જમીન માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની પહેલ થકી વહીવટી કર્મચારીઓએ જમીનને અતિક્રમણથી મુક્ત કરવા માટે 60 બુલડોઝર તૈનાત કર્યા. આ કામગીરી માટે 600 કર્મચારીઓનો કાફલો ઉતારી દેવાયો હતો. આ માફિયાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં સમાજવાદી પાર્ટી કેમ AAPને આપી રહી છે સમર્થન, અખિલેશ યાદવે કરી સ્પષ્ટતા
મળતી માહિતી મુજબ, ગુનામાં ચાચૌડાના કમાલપુર અને ડેડલા ગામોમાં 900 વીઘા જંગલની જમીન પર ભૂ-માફિયાઓએ અતિક્રમણ કર્યું હતું. આ બાબતે અધિકારીઓને ફરિયાદ મળી હતી. જેના પગલે વહીવટીતંત્રે અતિક્રમણ દૂર કરવાની તૈયારી આરંભી 60 બુલડોઝર અને 600 કર્મચારીઓની ફોજ ઉતારી દીધી.
આ દરમિયાન એક પછી એક ઊભા રહેલા 60 બુલડોઝર વડે જંગલની જમીન પરથી અતિક્રમણ દૂર કરવાનું શરૂ કર્યું, ત્યારે ભૂમાફિયાઓ ચોંકી ગયા. વહીવટીતંત્રની આ કાર્યવાહીથી અતિક્રમણ કરનારાઓનો ડઘાઈ ગયા. વન વિભાગ અને પોલીસે બુલડોઝર સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને 900 વીઘા કિંમતી જમીન માફિયાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી.
અગાઉ વર્ષ 2016માં વન વિભાગની ટીમે દેદલા ગામમાં અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. પરંતુ તે સમયે માફિયાઓએ કર્મચારીઓ પર ઘાતક હુમલો કર્યો હતો. જેને પગલે સજાગ વહીવટીતંત્ર આ વખતે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું. પોલીસ અને વન વિભાગના 600 કર્મચારીઓએ મળીને સમગ્ર કામગીરી પાર પાડી. આ કાર્યવાહી અંગે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ખૂબ જ સક્રિય હતા. તેમની પહેલ પર વહીવટીતંત્રે જંગલની જમીનને અતિક્રમણમાંથી મુક્ત કરાવી.
ગુના ડીએફઓ અક્ષય રાઠોડે જણાવ્યું હતું કે માફિયાઓ સામે 60 બુલડોઝર ચલાવીને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ૯૦૦ વીઘા જંગલ જમીન અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવી છે. આ કામગીરી માફિયાઓ વિરુદ્ધ એક મજબૂત સંદેશ છે. ૬૦ બુલડોઝર અને ૬૦૦ લોકોની સંયુક્ત કાર્યવાહી થકી ભૂમાફિયાઓને એક મજબૂત સંદેશ પહોંચાડ્યો કે કોઈપણ અતિક્રમણ સહન કરવામાં આવશે નહીં.






