મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીમાં સમાજવાદી પાર્ટી કેમ AAPને આપી રહી છે સમર્થન, અખિલેશ યાદવે કરી સ્પષ્ટતા

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગુરુવારે (16મી જાન્યુઆરી) દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીન

દિલ્હીમાં સમાજવાદી પાર્ટી કેમ AAPને આપી રહી છે સમર્થન, અખિલેશ યાદવે કરી સ્પષ્ટતા

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગુરુવારે (16મી જાન્યુઆરી)  દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ટેકો આપવાની અને તેમની સાથે સ્ટેજ શેર કરવાની જાહેરાત કર્યા પછી ગઠબંધનના ભવિષ્ય અંગેની અટકળોનો અંત લાવ્યો. તેમણે સ્પષ્ટતા કરી કે AAPને ટેકો આપવાનો અર્થ કોંગ્રેસનો વિરોધ કરવાનો નથી.

આ પણ વાંચોઃ VIDEO: સુનિતા વિલિયમ્સે 12 વર્ષ બાદ ફરી 8મીવાર કર્યું સ્પેસ વોક, જાણો શા માટે પડી જરૂરિયાત

સપા નેતા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, 'જે કોઈ પણ ભાજપને હરાવવાની સ્થિતિમાં હશે તેને ત્યાં સમર્થન આપવામાં આવશે. આ અમારી રણનીતિ હતી કે જ્યાં પણ પ્રાદેશિક પક્ષ મજબૂત હશે, તેમની સાથે ઊભા રહેવું પડશે.' મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણી પહેલા, તેમણે ફરી એકવાર લખનઉમાં તેમના પક્ષના મુખ્યાલયમાં અયોધ્યાના ખેડૂતોને મળ્યા અને જમીન સંપાદન દરમિયાન તેમની હેરાનગતિનો મુદ્દો ઊઠાવ્યો.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સપા AAP ને સમર્થન આપશે

સાતમી જાન્યુઆરીના રોજ સપાના વડાએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPને ટેકો આપવાની અને તેમની સાથે ચૂંટણી પ્લેટફોર્મ શેર કરવાની જાહેરાત કરી હતી. અખિલેશ યાદવના નિર્ણયને સપા અને કોંગ્રેસ વચ્ચે વધતા અંતર સાથે જોડવામાં આવી રહ્યો હતો. વર્ષ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી બંને પક્ષો સાથે મળીને લડશે તેવી અટકળો પણ તેજ થઈ ગઈ હતી.

મિલ્કીપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સપાને ટેકો આપ્યો

ઉત્તર પ્રદેશની મિલ્કીપુર બઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સપાને ટેકો આપ્યો છે. મિલ્કીપુર પેટા ચૂંટણીમાં, સપા પ્રમુખે પછાત, દલિત, લઘુમતી (PDA) કાર્ડ રમતી વખતે, ત્યાંના ખેડૂતોની જમીન બળજબરીથી સંપાદનનો મુદ્દો ઉઠાવીને સ્થાનિક મુદ્દાને વધુ મહત્ત્વ આપ્યું. ગુજરાતમાંથી ભાજપના ઉમેદવારને ટિકિટ મળી હોવાનું કહીને, અખિલેશે ચૂંટણીને સ્થાનિક વિરુદ્ધ બહારના વ્યક્તિ તરીકે વર્ણવી.

આ સમાચાર શેર કરો