જસ્ટિસ સ્વામીનાથન વિરુદ્ધ મહાભિયોગની તૈયારી, 56 પૂર્વ ન્યાયાધીશોએ લખ્યો ખુલ્લો પત્ર
મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.સ્વામિનાથન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાના પ્રયાસ સામે 56 પૂર્વ

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.સ્વામિનાથન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાના પ્રયાસ સામે 56 પૂર્વ ન્યાયાધીશોએ વાંધો વ્યક્ત કર્યો છે. આ જજો દ્વારા જાહેર પત્ર લખવામાં આવ્યો અને મહાભિયોગ પ્રયાસ જજોને ધમકાવવાની એક નવી પદ્ધતિ ગણાવી છે. આ પૂર્વ જજોનું કહેવું છે કે જસ્ટિસ જી.આર. સ્વામિનાથન વિરુદ્ધનો પ્રસ્તાવ એવા ન્યાયાધીશોને ડરાવવાનો પ્રયાસ છે જેઓ કોઈ ચોક્કસ વિચારધારા સાથે સંબંધ ધરાવતા નથી. અથવા તો પછી તેમની વાતોને મહત્ત્વ આપતા નથી. તેમણે કાયદા ઘડનારાઓ, વકીલો, સામાજિક આગેવાનો અને લોકોને અપીલ કરી છે કે આવા દરખાસ્તને નકારી કાઢે.
પૂર્વ ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, અદાલતોની સ્વાયત્તતા અને અખંડિતતા જાળવવી જરૂરી છે. દેશની અદાલતો પર કોઈપણ પ્રકારનું દબાણ લાવવું યોગ્ય નથી. આ પત્રમાં લખ્યું છે કે, અમે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશો તેમજ મુખ્ય ન્યાયાધીશો આ વાતને લઈને ગંભીર આપત્તિ વ્યક્ત કરીએ છીએ, જે રીતે જસ્ટીસ સ્વામીનાથન વિરુદ્ધ કેટલાક સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ એક ખતરનાક પ્રયાસ છે કે, આવી રીતે જજોને ધમકાવવામાં આવે, જે કોઈ ખાસ વિચારધારાના પક્ષમાં વાત નથી કરતા કે પછી તેમની અપેક્ષાઓ ઉપર ખરા નથી ઉતરતા. જો આવા પ્રકારના પ્રયાસોને આગળ વધવા દેવામાં આવ્યા તો પછી આપણી લોકશાહીના પાયા નબળા પડી જશે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પણ જોખમમાં મુકાશે.
આ નિવેદનમાં કટોકટીના સમયગાળાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, તે સમયે પણ જે ન્યાયાધીશોને હેરાન કરાયા હતા, જે કોઈ એક પાર્ટીની સાથે નહોતા. એડીએમ જબલપુર કેસમાં પોતાની અસંમતિ વ્યક્ત કર્યા પછી જસ્ટિસ એચ.આર. ખન્નાને સાઈડલાઈન કરાયા હતા. આવા તમામ દબાણોના સમયમાં પણ આપણી ન્યાય પ્રણાલિકા નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે અડિખમ રહી છે. જો કે ફરી એકવાર તેની સ્વતંત્રતા અને અખંડિતતાને પ્રભાવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ન્યાયતંત્રને આનાથી બચાવવાની જરૂર છે. અમે તમામ સાંસદો અને સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે, આવા પ્રયાસોનો વિરોધ કરો.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશોમા આદર્શ ગોયલ અને હેમંત ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો, અનિલ દેવ સિંહ અને નરસિંહ રેડ્ડીનો પણ સમાવેશ થાય છે. એસ.એન.ઢીંગરા, આર.કે.ગૌબા અને વિનોદ ગોયલ પણ આ ન્યાયાધીશોમાં શામેલ છે.






