ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતી ભારત પહોંચ્યા, અપહરણકર્તાઓએ માંગી હતી 2 કરોડની ખંડણી
રાજ્યના માણસાના ચારેય ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતા ત્યારે તેમનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતુ

રાજ્યના માણસાના ચારેય ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતા ત્યારે તેમનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને 2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. ચારેયને અપહરણકર્તાઓએ દંપતી સિવાય અન્યને નગ્ન કરી માર માર્યો હતો. દિલ્હીથી બેગકોંક અને દુબઈ બાદ ઈરાનના તહેરાન લઈ ગયા હતા. દંપતી પ્રિયા અજય ચૌધરી, અજય ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરીને સલામત મુક્ત કરાયા.
ગાંધીનગર પોલાીસે શરૂ કરી તપાસ
દિલ્હીના એજન્ટના મારફતે 19 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા.દંપતીને બંધક બનાવ્યા અને અન્ય યુવકને નગ્ન કરીને માર મારતો વિડિઓ મોકલ્યા હતા. 2 કરોડની ખંડણી સામે 50 લાખ ચૂકવીને પરિવારે છોડાવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે ઈરાનમાં ભારતીય દૂતવાસે ગુજરાતીઓને છોડાવવા માટે ઓપરેશન કર્યું હતું. તો બીજી તરફ એજન્ટના તમામ નેટવર્ક મામલે ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
અપહરણકર્તાઓએ આ યુવકોને બંધક બનાવીને ભારે શારીરિક ત્રાસ આપ્યો હતો. તેમના વસ્ત્રો ઉતારીને, હાથ-પગ બાંધીને માર મારવામાં આવ્યો હતો અને પૈસાની સતત માંગણી કરવામાં આવતી હતી. આ ક્રૂરતાનો વીડિયો અપહરણકર્તાઓએ વોટ્સએપ દ્વારા પરિવારજનોને મોકલ્યો હતો, જેમાં યુવકો "હવે સહન થતું નથી" કહીને કરગરતા જોવા મળ્યા હતા. અપહરણકર્તાઓએ શરૂઆતમાં 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.





