Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 2026: ISRO's Gaganyaan, SpaceX's Starship Mars mission, and many other missions

2026 : ISROના ગગનયાન, SpaceXના સ્ટારશિપ મંગળ મિશન સહિત અનેક મિશન આ વર્ષને બનાવશે ખાસ

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
2026 : ISROના ગગનયાન, SpaceXના સ્ટારશિપ મંગળ મિશન સહિત અનેક મિશન આ વર્ષને બનાવશે ખાસ
સોર્સ : Ai

વોશિંગ્ટન : 2026નું વર્ષ સ્પેસ મિશન માટે અતિ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે. 1972  બાદ ચંદ્ર ભ્રમણકક્ષામાં નાસાની વાપસી થવાની છે. આ મૂન મિશન સાથે જ નાસાની ક્રિસ્ટિના કોચ પહેલી મહિલા અવકાશયાત્રી બનશે. નાસાના આ મિશન સિવાય ઈલોન મસ્કની સ્પેસએક્સના સ્ટારશિપ મંગળ મિશન અને ઈસરોના ગગનયાન સહિત અનેક મિશન આવનારા દાયકાઓના અવકાશ સંશોધનોને વ્યાખ્યાયિત કરશે. 

App Store

નાસાનું આર્ટેમિસ 2 મિશન ફેબુ્રઆરી, 2026 માં લોન્ચ કરવામાં આવી શકે છે. આ 102 દિવસના મિશનમાં ચાર અવકાશયાત્રીઓને ચંદ્રની આસપાસ ફ્લાયબાય પર મોકલાશે. જે 1972 ના નાસાના એપોલો પ્રોગ્રામની સમાપ્તિ બાદ પહેલી વાર માણસો નીચી પૃથ્વી ભ્રમણકક્ષાની બહાર મુસાફરી કરશે. આ મિશન માટે નાસાના અવકાશયાત્રીઓ રીડ વાઈઝમેન, વિક્ટર ગ્લોવર અને ક્રિસ્ટીના કોચની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ કેનેડિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી જેરેમી હેન્સન 2027 ના આર્ટેમિસ-3 મિશનની પૂર્વ તૈયારીઓ કરશે. 

ઈસરો તેના ગગનયાન મિશનની તૈયારીઓ કરી રહ્યું છે. આ ત્રણ દિવસના મિશનનો હેતુ  સમુદ્રના પાણીમાં સુરક્ષિત સ્પેશડાઉન કરતા પહેલા 400 કિમીની ભ્રમણકક્ષામાં ત્રણ વ્યક્તિના ક્રૂને લોન્ચ કરીને ભારતની માનવ અવકાશ ઉડાન ક્ષમતા પૂરવાર કરવાનો છે. આ મિશન ભારતને સ્વતંત્ર રીતે ક્રૂ-સ્પેસક્રાફ્ટ લોન્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ બનાવશે. બીજી તરફ, ચીને 2030  સુધીમાં પોતાના ક્રૂ સાથે ચંદ્ર પર ઉતરાણ કરવાની યોજના બનાવી છે. જેથી, 2030 સુધીમાં વિવિધ દેશો વચ્ચે એક પ્રકારની સ્પેસ મેરેથોન જોવા મળશે. 

ઈલોન મસ્કની સ્પેસએક્સ તેના સ્ટારશિપ પ્રોગ્રામ સાથે નવા પડકારોનો સામનો કરશે.

 તેમની યોજના 2026 ના અંત સુધીમાં મંગળને ટારગેટ કરતી ટેસ્ટ ફ્લાઈટ મોકલવાની છે. જેમાં, રોબોટિક પેલોડ્સને સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત તેમની સ્ટારશિપનું એક મોડલ નાસાના આર્ટેમિસ-૩ મિશન માટે મૂન લેન્ડર તરીકે સેવા આપવા તૈયાર કરવામાં આવ્યું છે. નાસા એસ્કેપેડ મિશન હેઠળ, મંગળના ચુંબકીય ક્ષેત્ર અને વાતાવરણનો અભ્યાસ કરવા માટે બે નાના ટ્વીન અવકાશયાનને લોન્ચ કરશે.