મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શિયાળુ સત્રમાં હંગામાના આસાર, સંભલ હિંસા પર કોંગ્રેસે આપી નોટિસ, વકફ બિલ સાથે સરકાર તૈયાર

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ રહ્યું છે જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં કૂલ 16 બિલ લાવ

શિયાળુ સત્રમાં હંગામાના આસાર, સંભલ હિંસા પર કોંગ્રેસે આપી નોટિસ, વકફ બિલ સાથે સરકાર તૈયાર

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ રહ્યું છે જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં કૂલ 16 બિલ લાવવાની તૈયારી છે જેમાં પાંચ નવા બિલ હશે. આજે આવનારા બિલમાં વકફ (સંશોધન) બિલની ચર્ચા સૌથી વધારે છે.

શિયાળુ સત્રમાં સરકાર 16 બિલ લાવવાની તૈયારીમાં

સંસદની કાર્યસૂચીમાં જે 16 બિલ સામેલ કરવામાં આવ્યા છે તેમાં પાંચ નવા બિલ છે. બાકી 11 બિલ એવા છે જે પહેલાથી જ લોકસભા કે રાજ્યસભામાં પેન્ડિંગ છે. આ બિલની સાથે નવા બિલની લિસ્ટમાં સહકારિતા યૂનિવર્સિટી સાથે જોડાયેલ બિલ પણ છે. વકફ બિલ અને મુસલમાન વકફ (નિરસન) બિલ, રાષ્ટ્રીય સહકારી યૂનિવર્સિટીની સ્થાપના સાથે જોડાયેલ બિલ સહિત કૂલ પાંચ નવા બિલ ચર્ચા અને પ્રસાર કરવા માટે રજૂ કરવામાં આવશે.

પંજાબ યૂનિવર્સિટી (સંશોધન), મર્ચન્ટ શિપિંગ બિલ, કોસ્ટલ શિપિંગ બિલ પણ સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલો ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ (સંશોધન), ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્ત્વને સમાયોજિત કરવા સંબંધિત બિલ, રેલવે (સુધારા) બિલ અને બેન્કિંગ કાયદા (સુધારા) બિલ પહેલાથી જ પેન્ડિંગ છે.

આ પણ વાંચો: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે, મણિપુર હિંસા અને અદાણી મુદ્દે વિપક્ષ કેન્દ્રને ઘેરશે

કોંગ્રેસ સાંસદે સંભલ મુદ્દે ચર્ચાની કરી માંગ

ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલી હિંસા મામલે કોંગ્રેસ સાંસદ કે સુરેશે હિંસાને નિયંત્રિત કરવામાં ઉત્તર પ્રદેશની સરકારની નિષ્ફળતાને લઇને ચર્ચા માટે નોટિસ આપી છે.

આ સમાચાર શેર કરો