Video: બોરબિલમાં ૪૨ પરિવારોને હટાવી ૧૬ વીઘા ખાલી

સોર્સ: gstv

આસામના લખીમપુર જિલ્લાના બોરબિલ વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા ફરી એકવાર કડક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પરથી ગેરકાયદેસર કબજો હટાવવા માટે તંત્રએ બુલડોઝર ચલાવીને અંદાજે ૧૬ વીઘા જમીન સંપૂર્ણપણે ખુલ્લી કરાવી દીધી હતી. આ મેગા ઓપરેશન દરમિયાન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા ૪૨ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ જમીન પર અનધિકૃત દબાણ વધતું જતું હતું, જેને દૂર કરવા માટે અગાઉ પણ સૂચનાઓ આપવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા, અને સમગ્ર કાર્યવાહી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત