Video: મરાઠવાડાના દુષ્કાળગ્રસ્ત પરિવારોને દિવાળી રાહત

સોર્સ: gstv

મહારાષ્ટ્રના પુણેમાં ભાજપ દ્વારા મરાઠવાડાના દુષ્કાળગ્રસ્ત પરિવારો માટે દિવાળી રાહત કિટ મોકલવામાં આવી છે. આ કિટમાં મીઠાઈ, નાસ્તાની વસ્તુઓ અને રોજિંદા જીવનજરૂરી કરિયાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહેલા પરિવારોની દિવાળી ખુશીઓભરી બને તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે. પુણે ભાજપ દ્વારા રાહત સામગ્રી મરાઠવાડા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે પિંપરી-ચિંચવડના ભાજપના ધારાસભ્ય શંકર જગતાપે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત