'કેટલા હિડમાને મારશો',ઇન્ડિયા ગેટ પર નક્સલીઓના સમર્થનમાં નારેબાજી; 15 લોકોની ધરપકડ
દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર વિરોધ-પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ પર મરચી સ્પ્રેનો ઉપ

દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર વિરોધ-પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ પર મરચી સ્પ્રેનો ઉપયોગ કરવા મામલે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી 15થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસે ફરિયાદમાં પોલીસ પર હુમલો કરવા,સરકારી કામમાં અડચણ નાખવા અને રોડ જામ કરવાની કલમ જોડવામાં આવી છે.
નક્સલી કમાન્ડરના સમર્થનમાં નારેબાજી
દિલ્હી પોલીસે જણાવ્યું કે દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણને લઇને વિરોધ પ્રદર્શન રવિવાર સાંજે ઇન્ડિયા ગેટ પાસે C હેક્સાગનમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓના હાથમાં સુરક્ષાદળો સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલી કમન્ડર માડવી હિડમાના પોસ્ટર હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા 'કિતને હિડમા મારોગે, હર ઘર સે હિડમા નિકલેગા'ના નારા લગાવવામાં આવ્યા હતા.
પ્રદર્શનકારી પોલીસ વચ્ચે ઘર્ષણ
પ્રદર્શનકારીઓ જ્યારે રોડ જામ કરવા લાગ્યા તો પોલીસે તેમણે હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વચ્ચે તેમણે પોલીસ પર મરચી સ્પ્રૈનો ઉપયોગ કરી તેમની પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.
એક પોલીસ અધિકારી અનુસાર, આ ઘટનામાં ત્રણ-ચાર પોલીસકર્મી ઘાયલ પણથયા હતા અને તેમણે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ડીસીપી નવી દિલ્હી દેવેશ કુમાર મહલાએ જણાવ્યું, આ ઘણું અસામાન્ય હતું. પ્રથમ વખત પ્રદર્શનકારીઓએ ટ્રાફિક વ્યવસ્થા સંભાળનારા અધિકારીઓ પર આ રીતનો હુમલો કર્યો છે.








