મોદી સરકારનો મોટો નિર્ણય: દેશમાં બનશે 12 ઔધોગિક સ્માર્ટ શહેર; ગુજરાતનું એક પણ શહેર નથી
દેશમાં નવા 12 ઔધોગિક સ્માર્ટ શહેર બનાવવા માટે કેબિનેટે મંજૂરી આપી છે.કેન્દ્રીય મંત્રી મંડળે દેશભરમાં

દેશમાં નવા 12 ઔધોગિક સ્માર્ટ શહેર બનાવવા માટે કેબિનેટે મંજૂરી આપી છે.કેન્દ્રીય મંત્રી મંડળે દેશભરમાં 12 ઔધોગિક સ્માર્ટ શહેર બનાવવાની મંજૂરી આપી છે. લગભગ 10 લાખ લોકોને રોજગાર મળશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય વિશે જણાવ્યું છે. કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય ઔધોગિક શહેરોના વિકાસ કાર્યક્રમ અંતર્ગત 12 ઔધોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપી છે. આ યોજના પર 28,602 કરોડ રૂપિયાનું રોકાણ થશે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 12 ઔધોગિક શહેરમાં ઉત્તરાખંડનું ખુરપિયા, પંજાબનું રાજપુરા-પટિયાલા, મહારાષ્ટ્રનું દિધી, કેરળનું પલક્કડ, ઉત્તર પ્રદેશમાં આગ્રા અને પ્રયાગરાજ, બિહારનું ગયા, તેલંગાણાનું ઝહિરાબાદ, આંધ્ર પ્રદેશના ઓરવાકલ અને કોપ્પર્થી અને રાજસ્થાનના જોધપુર-પાલી સામેલ છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સૂચિત 12 સ્માર્ટ ઔદ્યોગિક શહેરો લગભગ રૂ. 1.52 લાખ કરોડના રોકાણની તકો પેદા કરશે. તેમણે જણાવ્યું હતું કે આ પગલું દેશના ઔદ્યોગિક લેન્ડસ્કેપને પરિવર્તિત કરશે, ઔદ્યોગિક નોડ્સ અને શહેરોનું મજબૂત નેટવર્ક બનાવશે જે નોંધપાત્ર રીતે આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપશે.
તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે ઉત્તર-પૂર્વના રાજ્યોને હાઈડ્રોપાવરના વિકાસ માટે રૂ. 4,136 કરોડના ઈક્વિટી સપોર્ટને પણ મંજૂરી આપી છે. આ સિવાય રેલવેના ત્રણ મહત્વના પ્રોજેક્ટને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેબિનેટે દેશના 234 શહેરોમાં ખાનગી એફએમ રેડિયોની 734 ચેનલોની હરાજીને પણ મંજૂરી આપી છે.






