મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GSRTCમાં નોકરીની લાલચ આપી યુવાનો સાથે ઠગાઈ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ખુલ્લા પત્રમાં લગાવ્યા ગંભીર આરોપો

GSRTCમાં સિનિયર કલાર્ક અને કન્ડક્ટર નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી યુવાન સાથે કરવામાં આવી હતી, અને પીડ

GSRTCમાં નોકરીની લાલચ આપી યુવાનો સાથે ઠગાઈ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ખુલ્લા પત્રમાં લગાવ્યા ગંભીર આરોપો

GSRTCમાં સિનિયર કલાર્ક અને કન્ડક્ટર નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી યુવાન સાથે કરવામાં આવી હતી, અને પીડિત ફરિયાદ લઈને સતત પોલીસ સ્ટેશન અને ગાંધીનગર ધક્કા ખાઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ નેતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે લગાવ્યા છે. યુવરાજ સિંહે સમગ્ર મામલે ગંભીર આરોપ લગાવ્યા હતા કે ગુનો હજુ સુધી નોંધવામાં આવ્યો નથી.

શું છે સમગ્ર મામલો?

વિદ્યાર્થી નેતાએ એક પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે યુવાન પાસેથી નોકરીના બહાને ઠગાઈ આચરનારાઓએ 97200 રૂપિયા પડાવ્યા છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ઠગાઈ કરનાર મુખ્ય વ્યક્તિ નિલેશ મકવાણા છે, જે બોરસદનો વતની છે અને આ ઠગબાજ સુધી પહોંચાડનાર શખ્સનું નામ આશિષ ક્રિશ્ચન છે, જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

તમામ વ્યવહાર ઓનલાઈન કરવામાં આવ્યા

તમામ વ્યવહાર ઓનલાઈન કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ ઠગબાજોએ પીડિત યુવાનને GSRTCનો નકલી એપોઈટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યો હતો, તો બીજી તરફ આ ઠગબાજોની જાળમાં અન્ય યુવાનો પણ આવ્યા હતા તેમને નકલી આઈકાર્ડ પણ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી નેતાએ સરકાર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિકના ધોરણે ઠગાઈ આચરનારા નિલેશ મકવાણાની ધરપકડ કરવામાં આવે. તો બીજી તરફ આ ઠગબાજોએ 45થી વધુ યુવાનો સાથે ઠગાઈ આચરી છે. 

GSRTCpdf_k7enuzxS1741851937.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

વિદ્યાર્થી નેતા દ્વારા શું માંગ કરવામાં આવી

ખુલ્લા પત્રમાં વિદ્યાર્થી નેતાએ માંગ કરવામાં આવી છે કે આરોપીની જલ્દીથી ધરપકડ કરવામાં આવે છે. તેમણે એ પણ દાવો કર્યો હતો કે  અમારી પાસે સાયન્ટિક પુરાવા ઉપલબ્ધ છે. (વોટસ એપ ચેટ, ઓડિયો રેકોર્ડિંગ, આરોપી સાથે થયેલ વાર્તાલાપ, પેમેન્ટ (આર્થિક લેતીદેતી) ની તમામ નોંધણી(મોટા ભાગના પૈસા ઑનલાઇન ટ્રાન્ઝેક્શનના પણ પુરાવા) છે. સાથે સાથે આરોપીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે વડોદરામાં પણ મોટા અધિકારી સાથે ઓળખાણ છે, તો એ અધિકારી કોણ, અમદાવાદમાં પણ કોઈ અધિકારી છે તો તે તમામની તપાસ કરવામાં આવે. સરકાર આ મામલે જલ્દીથી જલ્દી એક્શન કરે.

આ સમાચાર શેર કરો