અમદાવાદ: નિકોલમાં યુવકે બીમારીથી કંટાળી પોતાને ગોળી મારી કરી આત્મહત્યા
નિકોલ વિસ્તારમાં એક યુવકે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બન્યો છે. બીજી તરફ આ બનાવની

નિકોલ વિસ્તારમાં એક યુવકે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બન્યો છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સ્વામિનારાયણ સોસાયટીમાં શનિવારના રોજ વહેવી સવારે એક યુવકે માથાના ભાગે લાયસન્સ વાળી રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવી દીધું છે. યુવકે બીમારીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.






