મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

યુથ પાર્લામેન્ટમાં સુરતના યુવકે કર્યુ પ્રતિનિધિત્વ, તર્કસંગત રીતે આપ્યું પોતાનું વકતવ્ય

ગુજરાત વિધાનસભામાં આયોજિત "યુથ પાર્લામેન્ટ 2025" માં સુરતના યુવકે પ્રતિનિધિત્વ કર્યું હતું. દર્શિત કોરાટ

યુથ પાર્લામેન્ટમાં સુરતના યુવકે કર્યુ પ્રતિનિધિત્વ, તર્કસંગત રીતે આપ્યું પોતાનું વકતવ્ય

ગુજરાત વિધાનસભામાં આયોજિત "યુથ પાર્લામેન્ટ 2025" માં સુરતના યુવકે પ્રતિનિધિત્વ કર્યું હતું. દર્શિત કોરાટ નામના યુવકે મંચ પરથી વકતવ્ય આપતાં તમામ લોકોએ તેને બિરદાવ્યો હતો. આ મહત્વપૂર્ણ મંચ પર સુરતના યુવાનોની પ્રતિભાને રજૂ કરવાની અનોખી તક મળી હતી. 

મર્મસ્પર્શી વક્તવ્ય

દર્શિત યુથ પાર્લામેન્ટમાં વક્તવ્ય આપવા માટે પસંદ કરવામાં આવ્યા, અને તે ગૌરવસભર ક્ષણે ત્રણ મિનિટનું ઉર્જાસભર અને મર્મસ્પર્શી વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમનો તર્કસંગત વિચારપ્રવાહ, નિર્ભય અભિવ્યક્તિ અને સ્પષ્ટ સંદેશ સમગ્ર સભામાં ગુંજી ઉઠ્યા હતાં.વિધાનસભા પ્રેક્ષકગણ અને યુવા પ્રતિનિધિઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધો હતો.  

આ સમાચાર શેર કરો