સિદ્ધપુરમાં મામાના ઝઘડામાં વચ્ચે પડેલા ભાણેજની હત્યા, આરોપી પોલીસના સકંજામાં
સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા નજીક એક ઈંડાની લારી પાસે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી. આ દરિમયાન મામાનું ઉપરાણું લઈને ઝઘડો શાંત કરાવવ

સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા નજીક એક ઈંડાની લારી પાસે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી. આ દરિમયાન મામાનું ઉપરાણું લઈને ઝઘડો શાંત કરાવવા ગયેલા ભાણેજ પર આરોપીએ છરીના ઘા ઝીંકી દેતા મોત નિપજ્યું હતું. સિદ્ધપુર પોલીસેની હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણના સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા નજીક શનિવારે ચાની લારી ચલાવતા વાલાજી અમુજી ઠાકોર સાથે આરોપી વિશાલ ભરતજી ઠાકોર સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન વાલાજી ઠાકોરનો પુત્ર અને ભાણેજ કેશરસિંહ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: ભાવનગર : ટોડી ગામે મારામારીમાં ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત, હત્યાનો ગુનો નોંધાયો
મારામારીનો બનાવ હત્યામાં ફેરવાયો
આરોપીને ઝઘડો ના કરવા સમજાવતા હતા. જોકે, વિશાલ ઠાકોરે આ દરિમયાન આવેશમાં આવીને છરીથી બંને પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં શૈલેન્દ્રસિંહને સામાન્ય ઈજા થઈ હતી જ્યારે કેશરસિંહને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આમ મારામારીનો બનાવ હત્યાના પરિણમ્યો હતો.
હત્યારાની ગણતરીના કલાકમાં ધરપકડ
ઘટનાની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. આ બનાવ મામલે ગુનો નોંધીને હત્યારાની ગણતરીના કલાકમાં ધરપકડ કરી લીધી હતી.








