ભાવનગર : ટોડી ગામે મારામારીમાં ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત, હત્યાનો ગુનો નોંધાયો
Bhavnagar News : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટોડી ગામમાં મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છ

Bhavnagar News : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટોડી ગામમાં મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે. ટોડી ગામે મારામારીમાં ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત થતા આ મામલે હવે હત્યાનો ગુનો નોંધાયો છે.
બે દિવસ પહેલા બની મારામારીની ઘટના
બે દિવસ પહેલા ટોડી ગામે રહેતા અશોક નારણ બલિયા અને તેના ભાઈ ગોકુળ નારણ બલિયાએ વિક્રમભાઈ શિવાભાઈ વાઘેલા નામના આધેડને માથાના ભાગે બોથડ પદાર્થ મારી પહોંચાડી હતી ઇજા. ઇજાગ્રસ્ત વિક્રમભાઈને સારવાર માટે સર ટી.સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બે દિવસની સારવાર બાદ મોત નિપજતા પોલીસે આ ગુનામાં આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.
આ પણ વાંચો : સુરતના કાપોદ્રામાંથી ગુમ થયેલી યુવતીનો નગ્ન અવસ્થામાં તાપી નદીમાંથી મળ્યો મૃતદેહ
પ્લોટ બાબતે થઈ હતી માથાકૂટ
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ એક પ્લોટ બાબતે આ સમગ્ર માથાકૂટ ઉભી થઈ હતી. આરોપીઓએ અશોક નારણ બલિયા અને તેના ભાઈ ગોકુળ નારણ બલિયાએ મૃતક વિક્રમભાઈ શિવાભાઈ વાઘેલાને 15 વર્ષ પહેલા વેચાણથી પ્લોટ આપ્યો હતો અને હવે 15 વર્ષ બાદ આ પ્લોટ પરત માંગતા હતા. આ કારણથી બંને પક્ષે માથાકૂટ થઇ હતી અને બાદમાં આરોપીઓએ હુમલો કર્યો હતો.






