મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં 5 શખ્સો દ્વારા ધોકા-પાઈપ વડે હુમલો, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરમાંથી એક ગંભીર હુમલાની ઘટના સામે આવી છે જેમાં ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન નજીક યુવક પર જીવલેણ હુમલો

સુરેન્દ્રનગરમાં 5 શખ્સો દ્વારા ધોકા-પાઈપ વડે હુમલો, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરમાંથી એક ગંભીર હુમલાની ઘટના સામે આવી છે જેમાં ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન નજીક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોવા મળી છે. 

આ પણ વાંચો : રાજકોટ મનપા ભૂતપૂર્વ કમિશ્નર પર ભાજપ કોર્પોરેટરો દ્વારા હુમલાના કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન નજીક એક યુવક પર 5 શખ્સો દ્વારા આવીને ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે. હુમલાની ઘટનાનો ભોગ બનનાર અવેશ નામના યુવકને પગના ભાગે 6 ફેક્ચર થઈ જતા ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હુમલાનું કારણ હજુ પણ અકબંધ છે. ભોગ બનનાર યુવકના પરિવારે ન્યાય માટે માંગણી કરી હતી.

આ સમાચાર શેર કરો