મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ મનપા ભૂતપૂર્વ કમિશ્નર પર ભાજપ કોર્પોરેટરો દ્વારા હુમલાના કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર

રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન કમિશ્નર મુકેશ કુમાર પર ભાજપના કોર્પોરેટરો દ્વારા કર

રાજકોટ મનપા ભૂતપૂર્વ કમિશ્નર પર ભાજપ કોર્પોરેટરો દ્વારા હુમલાના કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર

રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન કમિશ્નર મુકેશ કુમાર પર ભાજપના કોર્પોરેટરો દ્વારા કરેલ હુમલાનો ચકચારી કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તત્કાલિન મેયર સહિત ભાજપના 24 કોર્પોરેટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને વર્ષ 2006ના કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : શરદ પવારનું INDIA બ્લોકની રચના અંગે નિવેદન, જાણો શું કહ્યું

વર્ષ 2006માં તત્કાલીન મનપા કમિશ્નર મુકેશ કુમારને ચેમ્બરમાં જઈ ચેમ્બરમાં તોડફોડ કરી મનપા કમિશનરપર હુમલો કર્યાની તેમજ ફરજ રૂકવતની બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, હાલના ધારાસભ્ય ઉદય કાનગડ, તત્કાલીન મેયર ધનસુખ ભંડેરી, તત્કાલીન ભાજપ કોર્પોરેટર નીતિન ભારદ્વાજ સહિતનાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તત્કાલીન મનપા કમિશનર મુકેશ કુમાર દ્વારા પણ આજે જુબાની આપવામાં આવી હતી. નામદાર કોર્ટ દ્વારા તત્કાલીન મેયર સહિત તમામ 24 કોર્પોરેટરોને છોડી મૂક્યાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો