Patan News: સાંતલપુરનો યુવક UPSCમાં પાસ તો GPSCમાં ઓછા માર્કસ મળતા પરિક્ષાની પદ્ધતિ સામે ઉઠ્યા સવાલ
તાજેતરમાં જ UPSC અને GPSCની પરિક્ષા લેવામાં આવી હતી જેમાં રાજ્યના હજારો યુવક યુવતીઓએ ભાગ લીધો હતો

તાજેતરમાં જ UPSC અને GPSCની પરિક્ષા લેવામાં આવી હતી જેમાં રાજ્યના હજારો યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આજે પરિક્ષાનું રિઝલ્ય જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે પાટણમાંથી પરિક્ષાને લઈ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. પાટણમાં UPSC અને GPSCની પરીક્ષા વિવાદમાં આવી છે.
યુવક UPSCમાં 348 ક્રમાંક સાથે પાસ થયો
મળતી માહિતા પ્રમાણે, પાટણના સાંતલપુર તાલુકાના એક નાના ગામનો ચૌધરી યુવક UPSCમાં 348 ક્રમાંક સાથે પાસ થયો છે. જયારે GPSCની પરિક્ષામાં 100માંથી 20 માર્ક્સ આપતા ગુજરાત ગૌણ સેવા પસંદગીની કાર્ય પદ્ધતિ સામે આંગણી ચીંધાઈ હતી.
UPSCની પરિક્ષામાં પાસ સાથે 348મો રેન્ક ચૌધરી વિપુલભાઈ કરમણભાઈએ મેળવ્યો હતો. હવે પ્રશ્ન ઉપસ્થિત એ છે કે સાચું કોણ? GPSC સામે સવાલો ઉઠ્યા છે. મારું ગુજરાત ઓફિસિયલમાં આ વિવાદિત પોસ્ટ વાયરલ થઇ રહી છે.






