મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોઝારો ગુરુવાર: પાટણ બાદ મોરબીમાં ભયાનક અકસ્માત, પીકઅપ વાન પલ્ટાતા 2ના મોત;12થી વધુ ઇજાગ્રસ્ત

ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે (17મી એપ્રિલ) મોરબીના માળિયામાં અણીયાળી ટોલનાકા

ગોઝારો ગુરુવાર: પાટણ બાદ મોરબીમાં ભયાનક અકસ્માત, પીકઅપ વાન પલ્ટાતા 2ના મોત;12થી વધુ ઇજાગ્રસ્ત

ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે (17મી એપ્રિલ) મોરબીના માળિયામાં અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીકઅપ પલટી જતા દંપતિનું મોત નીપજ્યું છે, જ્યારે 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

માળિયા પાસે બોલેરો પીકઅપ પલ્ટી 

મળતી માહિતી અનુસાર, માળિયાના અણિયાળી ટોલનાકા નજીક બોલેરો પીકઅપ પલટી જવાની ઘટના સામે આવી છે. બોલેરોમાં 15 કરતા વધુ મુસાફરો બેઠા હતા અને આ દરમિયાન ડ્રાઈવરે અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.

દંપતીનું મોત અને 12થી વધુ ઈજાગ્રસ્ત

જેના કારણે બોલેરો પીકઅપ પલટી મારી ગઈ હતી. જેમાં દંપતિનું  મોત થયું છે અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર કાંકણોલ સ્વામીનારાયણ મંદિર નજીકથી એક દંપતી બાઇક પર સવાર હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ વાહને બાઇકને ટક્કર મારી હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે દંપતી ફંગોળાઈને જમીન પર પટકાયા

ટક્કર એટલી ભયાનક હતી કે દંપતી ફંગોળાઈને જમીન પર પટકાયા હતાં. અકસ્માતમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં અને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ પત્નીએ પતિની સામે દમ તોડી દીધો હતો. હાલ, પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પત્નીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો